સુરત, તા.૩૦
ઉધના પોલીસે ગઈકાલે નહેરુનગર ઝુપડપટ્ટીના જુદા જુદા ઝુપડામાં રેડ પાડી થર્ટી ફસ્ટમાં વેચાણ કરવા માટે લાવવામાં આવેલ રૂપિયા ૨.૩૫ લાખનો ઈંગ્લીશ દારૂ અને બીટરનો જથ્થા સાથે એકને ઝડપી પાડ્‌યો છે જયારે તેને દારૂ સાચવવા માટે આપનાર બુટલેગર સહિત ત્રણને વોન્ટેડ બતાવ્યો છે.
ઉધના પોલીસના જણાવ્યા મુજબ સર્વલન્સ સ્ટાફના માણસોએ શનિવારે રાત્રે નહેરુનગર ઝુપડપટ્ટીના જુદા જુદા ઝુપડાઓમાં રેડ પાડી અલગ અલગ કંપનીની ઈંગ્લીશ દારૂની અને બીટરની કુલ બોટલ નંગ ૧૨૭૬ કબજે કરી હતી જેની કિમત રૂપિયા ૨,૩૫,૬૦૫ થાય છે. પોલીસે પીંટુ ગોપાલ પ્રધાનનીધરપકડ કરી હતી અને તેની પુછપરછમાં દારૂનો જથ્થો બુટલેગર હેમંત ઉર્ફે ટીનીયો કનકસિંહ ગોહિલએ થર્ટી ફસ્ટ માટે સુધી સાચવી રાખવા માટે આપ્યો હોવાની કબુલાત કરતા પોલીસે હેમંત તેમજ તેને માલ મોકલનાર અને માલ આપનારને વોન્ટેડ બતાવ્યા છે.