(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૩
શહેરના ઉધના સિટી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ ગોડાઉનમાં ગતરોજ મોડી રાત્રે અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગતા ધુમાડાની વચ્ચે ૬ કારીગરો ફસાયા હતા. બનાવ અંગે ફાયર વિભાગને જાણ થતા ત્રણ-ચાર દરવાજા તોડીને કારીગરોને સુરક્ષીત બચાવી લેવાયા હતા. ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રાત્રે પોણા ત્રણ વાગે ઉધના સિટી ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ કાપડ અને પેપરના ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફલોર પર આગ લાગતા પહેલાં માળે કારખાનામાં કામ કરી રહેલ ૬ કર્મચારીઓ ધુમાડાના લીધે ફસાઇ ગયા હતા. બનાવ અંગે કારખાના માલિક દીપકભાઈ દારા ફાયર વિભાગોને જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર હરીભાઉ બોસે તાત્કાલિક સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આજુબાજુના ત્રણ-ચાર દુકાનોના તાળા તોડીને ધુમાડામાં ફસાયેલ કારીગરોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. આ બનાવમાં કોઇ જાનહાનિ થઈ નથી, પરંતુ માલ સામાનને નુકસાન થયું છે.
ઉધનામાં આવેલ ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં આગ લાગી : ફસાયેલા છ કારીગરોનો બચાવ

Recent Comments