સુરત, તા.૬
સરથાણા યોગીચોક વાસ્તુ રેસીડેન્સીમાં રહેતા મૂળ જૂનાગઢના વીસાવદરના દલસુખ સમજુ પાનસુરિયા ભાઠેના શિવશંભુ ઈન્ડસ્ટ્રીઝમાં ગીરીરાજ ક્રિએશનના નામે ખાતુ ધરાવે છે. દલસુખભાઈ પાસેથી જુલાઈ ૨૦૧૮માં પુણગામ સીતારામ સોસાયટીમાં શ્રી આશાપુરી ફેન્સી લેસના નામે ધંધો કરતા ચંદન દિપસિંહ ચૌહાણ, નરપતસિંહ ચૌહાણે રૂા.૧૪.૫૮ લાખનો, પુણાગામ ક્રિએશન પ્લાઝામાં ગુરૂકૃપા ક્રિએશનના માલીક કિશોર શંકરસિંહ ચૌહાણે રૂા.૪.૭૨ લાખનો, બોમ્બે માર્કેટ ક્રિએશન પ્લાઝામાં શ્રી કુપા એન્ટરપ્રાઈઝના પ્રોપાઈટર મહેન્દ્રસિંહ પહાડસિંહ ચૌહાણ, ચેતનસિંહ હેમજી ઉમટ, વિક્રમ પહાડસિંહ ચૌહાણે રૂા.૨૪.૧૨ લાખથી વધુ , બોમ્બે માર્કેટ અનુપમ પ્લાઝામાં ગણપત પહાડસિંહ ચૌહાણ અને મહેન્દ્રસિંહ હેમજી ઉમટે શ્રી કુપા લેસના નામે રૂા.૧૯.૨૯ લાખથી વધુનો માલ મળી કુલ રૂા.૬૨.૭૨ લાખનો સાર્ટીન લેસનોનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહીં ચૂકવતા દલસુખભાઈ અવાર-નવાર ઉઘરાણી કરવા છતાંયે પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરી હતી.