ઉના, તા.રપ
ઉનાના કેસરિયા ગામના સરપંચ સામે રાજકીય કિન્નાખોરી રાખી સત્તાના જોરે એલઈડી લાઈટ તેમજ ગટરના કામોમાં ગેરરીતિ કરી હોવાના આક્ષેપ પૂર્વ સરપંચના પતિ જિલ્લા પંચાયત અધિકારી સમક્ષ ફરિયાદ કરી આજથી એક વર્ષ પહેલાં સસ્પેન્ડ કરાયેલ હતા. પરંતુ સરપંચે ગાંધીનગર વિકાસ કમિશનર સમક્ષ હુકમ પડકારતા અને તમામ રેકોર્ડ આધારિત પુરાવા અને ન્યાયતંત્રના ચુકાદાઓ રજૂ કરતા પૂર્વ મહિલા સરપંચના પતિ દ્વારા કરાયેલા આક્ષેપ આખરે ખોટા પડતા કેસરિયા ગામના વર્તમાન સરપંચ તરફે ચુકાદો આવતા ગ્રામ લોકોમાં ખુશીની લહેરમાં ફેલાઈ છે. કેસરિયા ગામના વર્તમાન સરપંચ અરજણભાઈ પાંચાભાઈ શિંગડ સામે પંચાયત કચેરી દ્વારા ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી એલઈડી લાઈટ તેમજ ગામના ગંદા પાણી નિકાલ માટેના વિકાસ કામો પંચાયત કચેરીના એસ્ટીમેન્ટ અને વહીવટી મંજૂરી મુજબ કરેલ હતા અને તે કામોના પેમેન્ટ ચૂકવેલ હતા. આ કામોમાં ભ્રષ્ટાચાર કરી ગેરરીતિ થયા અંગેની ફરિયાદ સરપંચ સામે બે વખત ચૂંટણીમાં પરાજીત થયેલા પૂર્વ મહિલા સરપંચના પતિ ઉકાભાઈ પોલાભાઈ સોલંકીએ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ફરિયાદ કરતા તેની તપાસ ઉના તાલુકા પંચાયત કક્ષાએથી થયેલી અને તેમાં રાજકીય રીતે દબાણ કરી કેસરિયા સરપંચ અરજણભાઈ શિંગડ વિરોધ ખોટી કિન્નાખોરી રાખી ખોટા રેકોર્ડ ઊભા કરાવી તેને સસ્પેન્ડ કરાવવા પ્રયાસ કરતા અને વર્તમાન સરપંચની રજૂઆતો અને તેમણે આપેલા રેકોર્ડને તંત્ર દ્વારા ધ્યાનમાં નહીં લઈ ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ તા.૧૦ જૂન ૨૦૧૯ના રોજ સરપંચના હોદ્દા પરથી દૂર કરવા આદેશ કરતા સરપંચ નારાજ થઈ આ વિવાદિત હુકમ સામે અરજણભાઈ શિંગડએ ગાંધીનગર અધિક વિકાસ કમિશનર સમક્ષ હુકમ પડકારતા બે વર્ષની લાંબી લડત અને ન્યાય કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ કેસરિયા ગામના વર્તમાન સરપંચ સામે પૂર્વ મહિલા સરપંચ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને તપાસનીશ અધિકારીઓએ તપાસ દરમિયાન રજૂ કરાયેલા હકીકતોમાં સુસંગત નથી. તેમજ ખરીદી પ્રક્રિયા અને કામની ગુણવત્તા પારદર્શક વહીવટને ધ્યાનમાં ૧૪માં નાણાપંચ અને એટીવીટીની કામગીરી નિયમ અનુસાર સાધનિક રેકોર્ડ પર કોઈપણ બેદરકારી રાખેલ હોવાનું જણાવી પૂર્વ સરપંચ પતિના તમામ આક્ષેપ સાબિત ન થતાં હોવાથી જિલ્લા વિકાસ અધિકારી ગીર સોમનાથએ કરેલા સસ્પેન્ડના હુકમને રદ્દ કરી દેતા આખરે વર્તમાન સરપંચને ન્યાય મળતા ગામ લોકોમાં ખુશીની લહેર ફેલાયેલ છે.