ઉના, તા.૮
ગાંગડા ગામની સીમા વિસ્તારમાં આવેલ વાડીમાં રાત્રીના શિકારની શોધમાં આવેલો દીપડો અચાનક ખુલ્લા કુવામાં ખાબક્યો હતો. અને કુવામાંથી દીપડાને વનવિભાગ ટીમે રેસક્યુ કરી મહાકુસીબતે બહાર કાઢી પાંજરે પુરવામાં આવ્યો હતો.
ગાંગડા ગામની વાલાટીમ્બા વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીવાડી ધરાવતા કાળુભાઇ આતુભાઇ ખસીયાની માલીકીના ખેતરમાં રાત્રીના દીપડો શિકારની શોધમાં આવી ચડ્યો હતો. અને આ વાડીમાં આવેલ ખુલ્લા કુવામાં દીપડો અચાનક ખાબક્યો હતો. અને વાડી માલીકને વહેલી સવારે ખેતીમાં પાણી વાળવા માટે મોટર ચાલી કરવા જતાં કુવામાંથી મોટરની લાઇન ખસીયેલ હતી. ત્યારે કુવાના પાણીમાં દીપડો નજર પડતા તેવોએ વનવિભાગને જાણ કરતા જશાધાર રેન્જના આર એફ ઓ પંડ્યા, આર બી પરમાર તેમજ ટ્રેકર્સ સહીતની રેસક્યુ ટીમ પાંજરૂ દોરડા લઇ તાત્કાલીક સ્થળ પર દોડી ગયેલ હતી. અને કુવામાં પાંજરૂ ઉતારી દીપડાનુ રેસક્યુ કરી કલાકની જહેમત બાદ સહીસલામત રીતે પાંજરે પુરવામાં આવ્યો હતો. બાદમાં જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડાયેલ હતો.
ઉનાના ગાંગડા ગામે વાડીના ખુલ્લા કૂવામાં સિંહ ખાબક્યો : રેસ્કયુ કરી બચાવાયો

Recent Comments