(સંવાદદાતા દ્વારા) ઉના, તા.રપ
સૈરાષ્ટ્રના દરિયાઈ કિનારાથી ૬૦૦ કિ.મી. દૂર દરિયાઈ સીમામાં વાવાઝોડુ આકાર લેતુ હોવાથી હવામાન ખાતાની કચેરીની આગાહી બાદ હાલ વરસાદ અને ભારે પવનને ધ્યાને રાખીને અરબી સમુદ્રના ઊના તાલુકાના નવાબંદર, સૈયદ રાજપરા, સીમર બંદરોની અંદાજીત ૫૦૦ બોટથી વધુ દરિયાઈ સીમામાં ફિસીંગ કરતી તમામ બોટ અને માછીમારોને પરત કાંઠા પર બોલાવવા ફિસરીઝ વિભાગએ આદેશ કરતા માછીમારોને બોટ સાથે માલીકોએ વાઇલેસ મેસેજથી જાણ કરતા કાંઠા પર બોટના થપ્પા લાગી ગયા છે.
ગુજરાત સ્ટેટ કન્ટ્રોલ રૂમની સુચનાને ધ્યાને લઇ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક તોરણીયાએ તમામ બોટ એસોસીયેશન અને બંદરની કચેરી સમુદ્રમાં ડિપ્રેસન સર્જાયે હોવાથી વાવાઝોડાની સંભાવના અને પવનની ઝડપ ૫૦થી ૬૦ કિ.પ્રતિ કલાકની રહેવાની સાથે દરીયાઇ ઊંચા મોજા ઉછળવાની શક્યતાને ધ્યાને લઈ તમામ બંદર પરની બોટ માલીકોએ પોતાના ફિસીંગમાં ગયેલી બોટને પરત બોલાવવા તાત્કાલીક આદેશ કરતા અને પર આવી ગયાની જાણકારી ફિસરીઝ ડિપાર્ટમેન્ટને આપવા સુચના આપેલ છે અને જ્યાં સુધી સુચના ન મળે ત્યાં સુધી નવા ટોકન ન ફાળવવા પણ જણાવતા તમામ બોટ દરિયા કાંઠા પર પરત ફરી રહી છે.