(સંવાદદાતા દ્વારા)
ઉના,તા.ર૦
ઉના તાલુકાના નાલીયા, માંડવી તેમજ ખજુદ્રા ગામ બંદરકાંઠાને અડીને આવેલ હોય આ ગામના લોકોની સલામતીને ધ્યાને લઇ વલ્ડબેંકની ટીમએ આ વિસ્તારનો સર્વે કરી સાઇક્લોન સમયે લોકોની સુરક્ષા હેતુ આધુનિક સાઇક્લોન સેન્ટર બનાવવા આ બન્ને ગામોની પસંદગી કરાયેલ અને વલ્ડબેંક કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના ડિઝાઇન્સમેન્ટ મેનેજમેન્ટને આથી બે વર્ષ પહેલા ૬ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલ હતી અને બન્ને ગામમાં એક વર્ષ પહેલા આ સાઇક્લોન સેન્ટર સંપૂર્ણ પણે તૈયાર થઇ ગયેલ હોય અને વલ્ડબેંક સહિત અધિકારીઓએ સર્વે કરી તેનો કબ્જો કરવા જણાવેલ હોય અને આ બાબતે પાંચ પાંચ વખત મામલતદારને લેટર લખવા છતાં ગુજરાત સરકારના ડિઝાઇન્સમેન્ટ મેનેજમેન્ટની સુચના વગર કબ્જો સંભાળવા મામલતદારનું તંત્ર તૈયાર ન હોય હાલમાં આ બન્ને સેન્ટરોને તાળા લગાડી બંધ રખાયેલ હોય અસરગ્રસ્ત સમયે પણ આ સાઇક્લોનઝોન લોકોને ઉપયોગી થયેલ નહી. મહત્વની બાબત એ છે કે જે જગ્યા પર આટલી મોટી રકમના સાઇક્લોનઝોન બિલ્ડીંગ બનાવેલ છે. આ બિલ્ડીંગની આજુબાજુની ભારે દિશામાં આઠ આઠ દશ દશ ફુટ પાણી ભરાઇ જતાં લોકો તેના કંપાઉન્ડ હોલ સુધી પહોચી શકે તેવી સ્થિતિમાં રહ્યા ન હતા.
મહત્વની બાબત એ છે કે ઉના તાલુકો ભારે વરસાદના કારણે પાણીમાં ડુબી રહ્યો હોય અને નાલીયામાંડવી અને ખજુદ્રા અતિ ભારે પાણીના પુર આવતા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હોવા છતાં આ સાઇક્લોન સેન્ટરની ચાવી કોઇપણ તંત્રના અધિકારઓએ લોકોના જીવ બચાવવા આપી ન હતી. લોકો ચારચાર દિવસથી જીવના જોખમે પોતાના ઘરોમાં પુરાયને રહ્યા હતા. એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે આટલા આધુનિક સુવિધા ધરાવતા સેન્ટરો અસરગ્રસ્ત સમયે કામ લેવા ઉભા કરાય છે. ત્યારે બીજી તરફ અતિ મુશ્કેલીના દિવસોમાં આવા સાઇક્લોન સેન્ટરો લોકોને ઉપયોગી ન થતાં આવા બિલ્ડીંગો બનાવાનું કારણ શું તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.