ઉના,તા.ર૪
ઉના તાલુકાના મોઠા ગામની સગીર યુવતિનું અપહરણ કરીને દુષકમ આચર્યુ હોવાની ચોંકાવનારી ફરીયાદ બે શખ્શો વિરુદ્ધ ઉના પોલીસ મંથકમાં યુવતિએ નોંધાવી છે.મોઠા ગામે ગોદરાપાસે રહેતી સગીર યુવતિને તેજ ગામનો નરાધમ શખ્સ મસરી ઉફે મુન્નો નોંધણભાઈ પરમાર તેનાં ભાઈ ને મારી નાંખવાની ધમકીઓ આપી લગ્ન કરવાંની લાલચ આપીને બદ ઈરાદા સાથે મોટર સાયકલ માં બેસાડીને અપહરણ કરીને નાંદરખ ગામે આવેલ વાડી પર તારીખ ૧૪/૧૨/૨૦૧૮ ના રોજ લઈ ગયેલ ત્યા સગીર યુવતિ પર પોતાની મરજી વિરુદ્ધ દુષકમ આચર્યુ હતું. ત્યાર બાદ નગુ દુદા પરમારની મદદથી બાઈકમાં બેસાડીને સારવા ચોકડી સુધી મૂકી ગયેલ, ત્યાથી આરોપી મસરી ઉફે મુન્નો સગીરાને અમદાવાદ લગ્ન કરવાંની લાલચ આપીને લઈ ગયેલો ત્યા અવારનવાર દુષકર્મ આચર્યુ હોવાની ચોંકાવનારી ફરીયાદ બે શખ્શો વિરુદ્ધ ઉના પોલીસ માં યુવતિએ નોંધાવી હતી. આ બનાવ અંગે પોલીસે અપહરણ દુષકમ અંગે પૉકસૉ હેઠળ ગુનો નોંધી કાર્યવાહિ હાથ ધરેલ છે.