ઉના, તા.ર૦

ઉનાના ઉમેજ ગામે રહેતા અને વાવરડા ગામની સીમ વિસ્તારમાં ખેતી ધરાવતા ખેડૂતના ખેતરમાં ઉભેલા પાક વચ્ચે ભારે વરસાદથીણે ખેતરમાં પાણી ભરાઇ જતાં ખેડૂતે ખુલ્લા ખેતરમાં મોટર મુકી પાણીને ખેતર બહાર કાઢી રહ્યા છે. ઉમેજ ગામે રહેતા શીવાભાઇ પરસોતમભાઇ ગેલાણીની ૩૦ વિધા ખેતીની જમીન વાવરડા ગામની સીમ વિસ્તારમાં આવેલ હોય આ ખેતીમાં મગફળીનું વાવેતર કરવામાં આવેલ હતું. આ વિસ્તારમાં સતત ભારે વરસાદના કારણે તૈયાર થઇ ગયેલા પાકમાં વરસાદી પાણી ભરાય જતાં તમામ પાકને નુકસાન થયેલ હતું. ઉપરાંત ખેતરમાં ભરાયેલા પાણીના કારણે સમયસર કાપણી તેમજ લાણણી કરી શક્યા નહી અને ખેતરમાં જઇ શકાય નહીં તેવી હાલત બની જતાં ખેડૂતએ આખરે પાણીનો નિકાલ કરવા માટે ખુલ્લા ખેતરમાં ભરેલા પાણીમાં ઇલેક્ટ્રીક મોટર મુકી પાણી ખેતર બહાર ઉલેછી રહ્યા છે. જોકે ગીર પંથકના નજીકના ગામોમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ખેતરમાં પાણી સુકાવાનુ નામ લેતુ ન હોય જ્યારે ખેડૂતોના પાકને નુકસાન બીજી તરફ જાતે ખેતરો માંથી પાણીનો નિકાલ કરવાનો વારો આવ્યો હતો.