ઉના, તા.૧
ઉના તાલુકાના સનખડા ગામે એક મહિલા રાધાબેન હરેશભાઇ જાદવ (ઉ.વ.૨૫)ને પ્રસૂતિની પીડા ઉપડતા ૧૦૮ ને જાણ કરવામં આવી હતી. ૧૦૮ ના ફરજ પર હાજર ઇએમટી ધવલ ભટ્ટ અને પાયલોટ સંદીપ ડોડીયા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને આ દર્દી લઈને ઉના હોસ્પિટલ જતા હતા એ દરમ્યાન અચાનક દર્દીને પ્રસૂતિની પીડા વધતા રસ્તા પરજ એમ્બ્યુલન્સના પૈંડા થંભાવી દીધેલ હતા. અને અમદાવાદ હેડ ઓફિસે તાત્કાલીક જાણ કરી અને ત્યાના ડોક્ટરની સલાહ મુજબ મહીલાને સફળ ડિલીવરી કરાવવામાં આવી હતી. ડિલિવરી થઈ ગયા બાદ બાળકનો જન્મ થયો હતો. અને જન્મતાની સાથે બાળક રડતું ન હોતુ શ્વાસ બંધ હોવાથી પ્રસૂતિ ખૂબ જોખમી હોય જેથી અમદાવાદ ૧૦૮ના ઇએમટી ડોક્ટરની સલાહ લઇ બાળકને કૃત્રિમ શ્વાસ આપી અને ઓક્સિજન આપ્યા બાદ બાળકનું હ્દય ફરી ધબકતુ કરવામાં આવતા બાળકનો જીવ બચાવવામાં સફળ થયા હતા. અને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. આમ ડિલીવરી સમયે માતા અને બાળકનો જીવ બચાવવા બદલ ૧૦૮ ના જિલ્લા અધિકારી જયેશભાઇ કારેના અને યુવરાજસિંહ ઝાલા દ્વારા સ્ટાફની પ્રશંસનીય કામગીરીને બીરદાવી હતી.
(તસવીર : ફારૂક કાજી,ઉના)
Recent Comments