ઉના, તા.ર૭
ઉના તાલુકાના સીમાસી ગામે રહેતા અને મજૂરી કામ કરતો યુવાન બપોરના ઘરેથી જમીને નિકળ્યા બાદ એજ ગામ પાસેથી પસાર થતી રૂપેણ નદીમાંથી તેનો મૃતદેહ મળી આવતા નાના એવા ગામમાં અરેરાટી ફેલાયેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના સીમાસી ગામે રહેતા મેરૂભાઇ જીવાભાઇ ચૌહાણ (ઉ.વ.૪૦) મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હોય તેવો બપોરના સમયે જમ્યા બાદ ઘરેથી નિકળ્યા હતા અને થોડી જ વારમાં ત્રણ વાગ્યાની આસપાસ એજ ગામ પાસેથી પસાર થતી રૂપેણ નદીના પાણીમાં આ તેમનો મૃતદેહ ત્યાંથી રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકની નજર પડતા તેઓએ અહીંના લોકોને જાણ કરી હતી અને ગામના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા અને તાત્કાલિક ગીરગઢડા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોેંચી ગયેલ અને મૃતક યુવાનને ઉના સરકારી હોસ્પિટલ ખાતે પીએમ ખાતે ખસેડાયેલ છે અને આ મૃતક યુવાન નદીના પાણીમાં ડૂબી જવાથી કે પછી હત્યા કરાઈ હોવાની આશંકા સેવાય રાખી છે. આ યુવાનનું રહસ્યમય મોતથી ગામમાં અરેરાટી ફેલાયેલ છે. આ અંગેની તપાસ ગીરગઢડા પોલીસ કરી રહી છે.