ઉના, તા.૨૪
ઊના તાલુકાના ઉમેજ ગામમાં રહેતા મકાન માલીકે પોતાના ઘરના ફળિયામાં લીલો ગાંજાનુ વાવેતર કરેલ હોય પોલીસે બાતમી આધારે રેઇડ કરતા વાવેલો લીલો ગાંજાનો જથ્થો મળી આવેલ હતો.
પ્રાપ્ત વિગત મુજબ ઉમેજ ગામે રહેતા બોઘા લાખા સોલંકી (ઉ.વ.૭૦) એ પોતાના મકાનની બાજુમાં આવેલ ફળીયામાં ગેરકાયદેસર લીલો ગાંજાનું વાવેતર કરવામાં આવેલ હતું. જેની બાતમી ઊના પોલીસને મળતા તાત્કાલીક ઉમેજ ખાતે પહોચી જઇ તપાસ કરતા લીલો ગાંજાના છોડવા નં.૧૬ જે ૨૧.૯૧૦ કિલો કિ.રૂ.૬૫.૭૩૦ નો મુદામાલ ઝડપી પાડ્યો હતો. અને આ ગાંજાનો જથ્થો કેટલા સમયથી વાવેતર કરેલ હોય અને ક્યા મોકલવામાં આવતો હોવાની પોલીસે પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જોકે રાત્રીના આ ગાંજાના વાવેતર પર રેઇડ દરમ્યાન સ્થળ પર મામલતદાર, એફ એસ એલ, પોલીસનો મોટો કાફલો સ્થળ પર દોડી જઇ અને ગાંજાના છોડવાને વાઢવા માટે મજુરોને બોલાવી છોડવાના જથ્થાને બાચકામાં ભરી સીલ કરવામાં આવેલ છે. ગાંજાનાનુ વાવેતર કરનાર વૃધ્ધને પોલીસે અટક કરી કોર્ટમાં રજુ કરી રીમાંન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.