ઉના, તા.ર
ઉના તાલુકાના પાલડી ગામે ગત તા.૧૪ જુલાઇના રમેશભાઇ બાબુભાઇ મકવાણા સાથે ઉના પોસ્ટે.માં બનેલી મારમાર્યાની ઘટના અંગે કોઇ પગલા લેવામાં નહીં આવતા અનુ.જાતીના લોકો તેમજ સમાજના અગ્રણીઓએ રોષ વ્યક્ત કરી સમગ્ર બનાવની તાત્કાલીક ધોરણે તપાસ કરવા કલેક્ટર સમક્ષ આવેદન પત્ર આપી માંગણી કરી છે. પોલીસ સામે અસંતોષની લાગણી વ્યક્ત કરી સમગ્ર ગીરસોમનાથ જીલ્લામાં બનતા આવા અનેક બનાવો કાયદો વ્યવસ્થાને નેવે મુકી ગુન્હેગારોને તંત્ર સહકાર આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
ઉના પોલીસ સ્ટેશનમાં અકસ્માતની બનેલી ઘટના અંગેના કાગળો લેવા ગયેલા પાલડી ગામના રમેશ મકવાણાને પોલીસે મારમારી ઇજા કરતા આ અંગે પોલીસ સામે ફરીયાદ નોંધાયેલ હોવા છતાં પોલીસ સામે કોઇ તપાસ કે પગલા ન લેવાતા તંત્રના કારણે અનુ.જાતિના લોકો અત્યાચારનો શિકાર બની રહ્યા હોવાના કારણે ગરીબ પીડીત શોષિત લોકો પર થતાં અત્યાચાર રોકવા અને હુમલો કરનારા પોલીસ સામે કાયદાકિય કાર્યવાહી કરવાની માંગણી સામે ઊના પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપેલ હતું.