(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૧ર
ઉનાના સુલતાનપુરમાં પરણીત મહિલા પર દુષ્કર્મ મામલે એક યુવાન અને બે કિન્નરો વિરૂદ્ધ ફરિયાદ નોધાય છે.
પ્રાપ્ત વિગત મુજબ અવિજીત ઉર્ફે શક્તિસિંહ લાલુભા રાઠોડ રહે. ઉના તેમજ બે કિન્નરો શિલ્પા માસી અને નિલમ માસી આ ત્રણેયએ સુલતાનપુર ગામની વાડી વિસ્તારમાં રહેતી મહીલાને છ માસ પહેલા અવિજીત ઉર્ફે શક્તિસિંહએ મહીલાને વિશ્વાસમાં લઇ મોબોલા ભાઇ બહેનનો સબંધ બનાવી તેની પાસેથી રૂા.૬ લાખની છેતરપિંડી કરી લઇ લીધા હતા અને મહીલાને તેના પૈસા આપી દેવાનું કહી બોલાવેલ અને ત્રણેય મહીલાને કારમાં બેસાડી બદકામ કરવાના ઇરાદે અવાવરૂ જગ્યા પર લઇ ગયા હતા અને ત્યાં મહીલાની મરજી વિરૂદ્ધ યુવાને દુષ્કર્મ આચરેલ હતું અને બંને કિન્નરોઓ અસ્લીલ ફોટા પાડી લીધા હતા અને ત્રણેયે બ્લેક મેઇલીંગ કરી મહીલાને તેમજ મિત્ર વાલાભાઇ બચુભાઇને મારી નાખવાની ધમકી આપી હતી અને અવા-નવાર મહીલા પાસેથી છૂટક-છૂટક રૂા.૪૫ હજાર બળજબરીથી કઢાવી લેતા આ બાબતે મહીલાએ ત્રણ સામે પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે આ શખ્સોને ઝડડી પાડવા તપાસ હાથ ધરી છે.