(સંવાદદાતા દ્વારા)
ઉના, તા.૪
ઉના શહેરમાં આઠ દિવસ પહેલા થયેલા ગીરગઢડા રોડ પર આવેલ એમ કે પાર્ક સોસાયટીમાં નગરપાલીકા પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ ચનાભાઇ રાઠોડ પર થયેલ ફાયરીગની ધટના બાદ અગાઉ ૫ આરોપીઓની પોલીસે ધરપકડ કર્યા બાદ વધુ એક શખ્સ જીગ્નેશ મનુભાઇ બાંભણીયા સહીત ૬ આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મંજુર કર્યા બાદ પોલીસે પુછપરછ કરી તપાસ હાથ ધરી હતી. અને આરોપીઓની રીમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટએ ૬ આરોપીઓને જુનાગઢ જેલ હવાલે કરેલ છે. જ્યારે આજે વધુ ૩ આરોપીઓ રવિ મનુભાઇ બાંભણીયા, યશવંત મનુભાઇ બાંભણીયા (રહે. ઉના) તેમજ વલ્કુ ભીમાભાઇ સોલંકી (રહે. વાવરડા) ત્રણેય શખ્સોની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવા અને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ ફાયરીંગની ધટનામાં પોલીસે પુછપરછ બાદ આરોપીઓએ ઉપયોગમાં લીધેલ હથિયારમાં બે પિસ્તોલ તેમજ એક ધારીયુ કબ્જે કરેલ છે.