ઉના એહમદપુર માંડવી ચેકપોસ્ટ પર દસ દિવસ પહેલાં પસાર થતી મહિલાનું પર્સ ખોવાઈ જતાં પોલીસ સ્ટેશનના કર્મચારી હિંમતભાઈ ચાવડા અને પ્રતાપભાઈ જીઆરડીને મળી આવ્યો હતો. જે પર્સમાં રૂા.૪૦ હજાર હોવાથી તેના મૂળ માલિક મહિલાને આ કર્મચારીઓએ પરત આપી પ્રમાણિકતા બતાવી હતી માટે આ બંને કર્મચારીનું હરેશભાઈ ટિલવાણી અને ગીરીશભાઈ બાબરિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.