ઉના, તા.પ
ઉના શહેરમાં વરસીંગપુર રોડ પર આજે સવારના સમયે એક કોળી બે સંતાનની માતાએ બારીએ ગળાફાંસો ખાઈ મોત વ્હાલુ કરતા બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા હોઈ પરિવારમાં ગમગીની વ્યાપી ગયેલ હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં વરસીંગપુર રોડ પર સંજયભાઈ ચૌહાણના લગ્ન શહેરના રામનગર વિસ્તારમાં રહેતા કંચનબેન સાહે પાંચ વર્ષ અગાઉ થયેલ હોય અને તેમના લગ્ન જીવન બાદ બે દીકરાનો જન્મ થયેલ જેમાં એક અઢી વર્ષનો અને બીજો સવા વર્ષનો દીકરો હોય આ પરિવાર સંયુક્ત પરિવારમાં રહેતો હતો અને સંજયભાઈ વરસીંગપુર રોડ પર ઠીકરિયાખારા વિસ્તારમાં નવું મકાન બનાવતા તે તેમની પત્ની અને બાળકો સાથે નવા મકાનમાં રહેવા આવી ગયેલ હતું. પરંતુ તેમની પત્ની કંચનને નવા મકાનમાં રહેવું ગમતું ન હોવાથી તેમણે તેમના પત્નીને કહે કે અહીં ગમતું નથી. જૂના મકાનમાં પાછા રહેવા ચાલ્યા જઈએ એ વખતે એ તેમની પત્ની કંચનબેન ને કહેલ કે ચાલ્યા જઈશું તે વાત કંચનબેનને ગમતી ન હોવાથી બારીમાં ગળાફાંસો ખાઈ મરણ પામેલ છે. આ બનાવની ઉના પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં પાતાપુર ગામે રહેતા ખીમજીભાઈ ગોહિલના લગ્ન સતડ ગામે ૯ વર્ષ પહેલા થયેલા હોય અને ગત રાત્રીના તેમની પત્ની ગંગાબેન પ્રાયમસ પર રસોઈ બનાવતા હતા અને પ્રાયસમ ઠારવા જતા અચાનક જ પ્રાયમસમાં ભડકો થતા તેમની આગ શરીરમાં લાગતા ગંભીર રીતે દાઝી ગયેલ ગંગાબેનનું મોત નિપજેલ હતું. આ બનાવની જાણ ઉના પોલીસને થતા પોલીસે અકસ્માતે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.