ઉના, તા.૨૧
ઉનાના રામનગર ખારા વિસ્તારમાં રહેતા મનિષભાઇ લાલજીભાઇ મજેઠિયા રાત્રીના નવ વાગ્યાની આસપાસ ક્રિષ્ના પાર્ટી પ્લોટ પાસેથી નીકળતા બાઇક ચલાવવા બાબતે બોલાચાલી થતા મન-દુઃખ રાખી કૈલાશ, હિતેશ, રામભાઇ રહે. ખાણ વિસ્તારમાં આ ત્રણ શખ્સો દ્વારા મનિષ પર તૂટી પડતા હાથમાં રાખેલ લોખંડના પાઇપ, તલવાર તેમજ લાકડાના ધોકાથી મારમારતા માથામાં અને કપાડના ભાગે તલવાર મારતા ઇજા પહોંચેલ હતા. ઇજા થયેલ યુવાન લોહીલુહાણ હાલતમાં તેમના પરિવારે સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.