ઉના, તા.રપ
ઉના તાલુકાના નાથળ ગામની પ્રા.શાળામાં અભ્યાસ કરાવતા એક શિક્ષકે ધો.૭ ની ચાર જેટલી છાત્રો સાથે શારીરીક અડપલા કર્યાની ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિક શિક્ષણ વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા અને આ સમગ્ર મામલો હાલ જીલ્લા શિક્ષણાધિકારીના દરબારમાં પહોચ્યો છે. અને આ ઘટનામાં હજુ સુધી છાત્રા ઓના વાલીઓ આબરૂ જવાના ડરે આગળ આવ્યા નથી. પરંતુ આ અડપલા કરનાર શિક્ષક સામે પગલા ભરાય તેવી માંગણી કરી રહ્યા છે.
મહીલા આચાર્યને લેખિતમાં આ અંગે જાણ કરતા આ બાબતની ગંભીરતા સમજી મહીલા આચાર્યએ લેખિતમાં આ શિક્ષકની કરતુતોની તાલુકા શિક્ષણાધિકારી જયેશ ગૈાસ્વામીને જાણ કરતા તાત્કાલીક તાલુકા શિક્ષણાધિકારી તેમજ બી.આર.સી નાથળ પ્રા.શાળાએ પહોચી ગયા હતા અને બંધ બારણે ધો.૭ ની છાત્રાઓ સાથે જે ઘટના બની તે અંગેની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાનો અહેવાલ તાલુકા શિક્ષણાધિકારીએ જીલ્લા શિક્ષણાધિકારીને મોકલી આપેલ છે. અને તા. ૨૫ જુલાઇના આ શિક્ષકને જીલ્લા શિક્ષણાધિકારીએ રૂબરૂ બોલાવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યુ છે. ત્યારે આ અડપલા કરનાર શિક્ષક વિરૂધ્ધ શિણાત્મક પગલા ભરાય તેવી માંગણી ઉઠવા પામેલ છે.
આચાર્યએ જ્ણાવ્યું કે ધો.૭ ની વિદ્યાર્થીની ઓએ શિક્ષક દ્વારા અડપલા કર્યાની જાણ કરતા મે તુરંતજ ટી.પી.ઓ.ને લેખિતમાં જાણ કરી હતી. અને ટી.પી.ઓ તપાસ અર્થે શાળાએ આવ્યા હતા.