ઉના, તા.૫
ગુજરાત સરકાર સામે છેલ્લા બે વર્ષથી પાટીદાર સમાજને અનામતની માંગણી સાથે સમગ્ર રાજ્યમાં આંદોલન ચલાવનાર પાસના કન્વીનર હાર્દીક પટેલના ચાલતા ઉપવાસ આંદોલન તેમજ ખેડૂતોના દેવા માંફી, શિક્ષીત બેરોજગાર નવયુવાનોને રોજગાર આપવા શિક્ષણનું ખાનગી કરણ કરી વેપારી કરણ કરાયેલુ હોય તે નાબુદ કરવા આરોગ્ય સેવા કથળી ગયેલ હોય તે બાબતે ખેડૂતોના કૃષી પાકોના ખાતર પર નાખેલા વેરા નાબુદ કરવા ખેતીની પુરતી સુવિધાઓ માટે વિજળી સમયસર આપવા વિજ જોડાણો આપવા ખેત પેદાશો માટે પોષણક્ષમ ભાવો આપવા અને ખેત પેદાશોની વાસ્તવીક ખરીદી થાય તેવી વ્યવસ્થા ગોઠવવા પાક વિમાની રકમ સમયસર અને પુરી રીતે મળે, ખેડૂતોને વ્યજબી ભાવે બિયારણ ખાતર, જંન્તુનાશક દવા સમયસર વ્યાજબી ભાવે આપવા, સહીતની અનેક માંગણીઓ સાથે ઉના ગીરગઢડા કોંગ્રેસ સમીતીના નેજા હેઠળ ધારાસભ્ય પુંજાભાઇ વંશ, બાલુભાઇ હિરપરા, અલ્તાફબાપુ બહારૂની, સાબ્રુદીનભાઇ દલ, સુરૈયાબેન શેખ, રામભાઇ વાઘેલા સહીતના કોંગ્રેસના ઉના ટાવર ચોક ખાતે છાવણી નાખી એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસી સરકારની પ્રજા અને ખેડૂતો વિરોધી નીતી અને નાગરીકોના અધિકાર માટે ચાલતા આંદોલન દબાવવા સામે ઝાટકણી કાઢી અત્યાચાર બંધ કરવા માંગણી સાથે ઉના મામલતદારને આવેદનપત્ર આપેલ હતું.