ઉના, તા.૧૦
ઉના તથા ગીરગઢડા તાલુકાના બિસ્માર રસ્તાઓ બાબતે ગીરસોમનાથ જિલ્લાના ભાજપ-કોંગ્રસના અગ્રણી, સાસંદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય પુંજાભાઇ વંશ, સામતભાઇ ચારણીયા, પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકી, ધીરૂભાઇ ખોખરએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી નવા બનાવવા માટે માગણી કરેલ. જે અનુસંધાને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા રૂા. ૧૫.૨૫ કરોડ મંજૂર કરી આ રસ્તાઓને નવા બનાવવ માટે જોબ નંબર ફાળવેલ છે. જેમાં ઉના ગીરગઢડા જામવાળા રોડ માટે રૂા.૧.૭૦ કરોડ, ઉના તુલસીશ્યામ રોડ રૂા.૧ કરોડ, એહમદપુર માંડવી-વાંસોજ-કોબ રોડ રૂા.૩.૮૦ કરોડ વાકીયા-માણસા રોડ માટે રૂા.૨ કરોડ, લુવારીમોલી-નાળીયેરીમોલી રોડ માટે રૂા.૧ કરોડ, લુવારીમોલી રૂા.૨ કરોડ, ઊના એલમપુર રોડ રૂા. ૧.૨૦ કરોડ, ભાડાસી-કાજરડી રોડ રૂા. ૩૦ લાખ, ઉના વરશીંગપુર રોડ રૂા.૯૫ લાખ, જરગલી એપ્રોચ રોડ રૂા. ૫૦ લાખ, પાણખાણ-નાનાસમઢીયાળા રોડ રૂા.૫૫ લાખ, નેશનલ હાઇવેથી ઉંટવાળા-લુવારી મોલી એપ્રોચ રોડ રૂા.૧.૩૫ કરોડ, રામપરા એપ્રોચ રોડ રૂા.૨૦ લાખ આમ કુલ ૧૪ માર્ગોને રૂા. ૧૫.૨૫ કરોડના ખર્ચે ઉપરોક્ત માર્ગોને નવા બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સત્વરે જરૂરી પ્રક્રિયા હાથ ધરી કામ શરૂ થાય તો ઉના તથા ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોને તથા પ્રવાસી જનતાની મુશ્કેલી હલ થશે.