ઉના, તા.પ
એક તરફ દેશ અને સમગ્ર રાજ્ય કોરોના જેવી ભયંકર મહામારી વચ્ચે ધેરાયેલ છે. અને આવા સમયે ઊના અને ગીરગઢડા વિસ્તારના દૂર દૂર ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં લોકો કોરોના સંક્રમણ હેઠળ ધેરાયેલા છે. અને ગરીબ પરીવારો વિવિધ સમસ્યાઓ અને પોતાના બાળકોની ચિંતામાં મુકાયા હતા. આવા સમયે શિક્ષકોએ ખરારૂપમાં કોરોના વોરીયર્સ ભુમિકા નિભાવવાની કરવાની કામગીરી મુંગામોઢે કરી અને માનવતાનું કાર્ય શિક્ષણની સાથે કરેલ હતું. જેમાં પછાત વિસ્તારોમાં માનસીક રીતે સબડતા લોકોને આર્થિક મદદ પહોચાડવી રાશન વિહોણા લોકોને અનાજ કીટ આપી સાથે સાથે શિક્ષણથી વંચિત બાળકોને પોતાના શિક્ષણની ગુણવતા જળવાય રહે અને શિક્ષણ મળી રહે તેવા દૂર સંચાલનના માધ્યમથી શિક્ષણ પહોચાડવું ધો. ૧૦ સુધી બાળકોને શિક્ષણ મેળવે તેવી પ્રેરણા સ્ત્રોત કાર્ય કરી વિડીયો રેકોડીંગના માધ્યમથી બાળકો સુધી શિક્ષણ પહોચાડી ધરે ધરે જઇ સંપર્ક કરી બાળકોને જાગૃત કરવાની કામગીરી બજાવી હતી. જયેશભાઈ રાઠોડ, ભાવનાબેન સોલંકી, પ્રવીણસિંહ ચૌહાણ, બાબુભાઈ ભાલિયા, દેવેન્દ્ર દવેમુરારી અને પરેશભાઈ કોટેચાએ ખરારૂપે કોરોના વોરીયર્સ તરીકે માનવતારૂપે પોતાની ફરજ નિભાવી હતી.