(સંવાદદાતા દ્વારા) ઉના, તા.ર૯
ઉના ગીરગઢડા રોડ પર રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવાન બપોરના સમયે ઘરે રોડ પર પાર્ક કરી ઘરે જમવા ગયેલા તે વખતે કોઇ અજાણ્યા શખ્સો દ્વારા રીક્ષામાં તોડફોડ કરી અંદર રહેલા ચિજવસ્તુઓની ચોરી કરી નુકશાન કરતા પોલીસમાં ફરિયાદ કરેલ છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ઇમરાન મહંમદ હનિફ કુરેશી રહે. ઉપલા રહીમનગર વિસ્તારમાં તેવો પોતાની રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોય અને બપોરના સમયે રીક્ષા લઇ તેમના ઘરે જમવા ગયેલ ત્યારે ગીરગઢડા રોડ પર આવેલ ભગવતી સ્વીટની દુકાની બાજુમાં રીક્ષા પાર્ક કરી હતી. અને ઘરેથી જમીને પરત આવી રીક્ષામાં જોતા રીક્ષાની અંદર તોડફોડ કરી તેમાં રહેલ ટેપ, પેન્ડ્રાઇવ, રીમોટ તથા ગલ્લામાં રાખેલ રૂા. ૧૫૦૦ની આવારા તત્વો દ્વારા ચોરી કરી નુકશાન કરેલ હતું.