ઉના,તા.૮
ઊના દીવ જોઇન્ટ ટેક્સ પ્રેકટીસશ્નર એશો. દ્વારા નેશનલ એક્શન કમીટી ઓફ જીએસટી પ્રોફેશનલ્સના નેજા હેઠળ ભારતના દરેક રાજ્યોના અનેક જિલ્લાઓ સાથે તા.૨ નવે.ના રોજ જીએસટી સિસ્ટમના ગ્લિચીસ સુધારવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં કુલ ૧૩ માંગણીઓ પૈકી પાંચ માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ છે. જેમાં જીએસટી પત્રકમાં લેટ ફી માફ કરવામાં અને વર્ષ ૨૦૧૭-૧૮ની બાકી રહેતી ઇન્પુટ ટેક્ષ ક્રેડીટ ૩૧ માર્ચ સુધી માંગવાની છુટ મળે, જીએસટી રીફંડ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ થાય તથા જીએસટી રીફંડની તમામ પ્રક્રીયા ઓનલાઇન થાય, વાર્ષિક પત્રકો અને રીકન્સિલેશન સ્ટેટમેન્ટમાં સુધારા કરવામાં આવે એટલે કે ફોર્મ જીએસટીઆર ૯ અને ૯સી દાખલ કરવાની મુદ્દત તા.૩૦/૬/૧૯ કરવામાં આવે. આ માંગણી ૧ જાન્યુ.થી અમલ થઇ ગયેલ છે. આમ પ્રજાલક્ષી રજુઆતો સ્વીકારતા તમામ ટેક્સ પ્રોફેશનલ્સને સંગઠીત થઇ કાર્યો કરવા માટે અનેકગણું પ્રોત્સાહન મળેલ હોય અને જીએસટી અંતર્ગત પ્રમાણપત્રિય અધિકારો સહિતની બાકીની અસ્વીકૃત રહેલ માંગણીઓ બાબતે આગામી સમયમાં અનેક કાર્યક્રમો કરાશે. તેમજ વેપારીઓને જીએસટી અન્વયે જાગૃત પણ કરાશે..આમ દરેક વેપારીઓને ફાયદાકારક હોય તેમ જીએસટી સરલીકરણની માંગણીઓ સ્વીકારાતા દીવ તથા ગીરસોમનાથ જિલ્લામાં આ રજૂઆતો ભવ્ય પોપટ તથા નવીન ભીંડોરાના પ્રયાસોથી ઉના-દીવ જોઇન્ટ ટેક્સ પ્રેક. એશો. તથા ગીરસોમનાથ ટેક્સ બાર એશો. એ સરકાર પર આ બાબતે ભાર મૂક્યો હતો.