ઉના, તા. ૧૦
સોમનાથ નેશનલ હાઇવે ફોરટ્રેકનુ કામ હાલ ચાલુ હોય આ માર્ગ સોમનાથથી કોડીનાર, ઉના, રાજુલા, મહુવા, તળાજા સુધી પશ્વિમ દિશાથી પૂર્વ દિશાનો બનતો હોય વરસાદી પાણી તથા પુરના પાણીનો કુદરતી નિકાલ ઉત્તર દિશાએથી દક્ષિણ દિશામાં થતો હોય છે. આ રોડનું કામ શરૂ થયા બાદ જમીન લેવલથી રોડની ઊંચાઈ વધવાથી રોડના પ્લાન, નકશા, અંદાજોમાં કુદરતી પાણી નિકાલ માટે જરૂરીયાત પ્રમાણમાં નાના મોટા નાળાઓ મુકવા જોઇએ જે ન મુકવાથી ઉના ગીરગઢડા બંને તાલુકાના સીમાસી, રેવદ, માઢગામ, કેસરીયા, નાથળ, સીલોજ, વરસીંગપુર, કંસારી, સામતેર, રામેશ્વર, ગાંગડા જેવા વસ્તી ધરાવતા ગામડાઓમાં વસ્તા લોકોના ઘરો તથા ખેડૂતોની જમીનોનું ધોવાણ થતા ચોમાસાના પાણી ભરાવાથી આ વિસ્તારના લોકો અને ખેડૂતોને ભારે નુકસાન થયેલ છે. જે નિવારવા માટે ચોમાસા પહેલા આ નેશનલ માર્ગમાં ચોમાસાના પાણીના નિકાલ માટે તપાસ કરાવી જરૂરીયાત મુજબના કામો નેશનલ હાઇવે ઓથોરેટી પાસે કરાવી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ ક્રોસ થાય છે. તે સ્થળે ઓવરબ્રિજ કે નાળા મૂકવામાં આવ્યા નથી તે મુકાવવા ઉના વરસીંગપુર રોડ, તુલસીશ્યામ, કંસારી, ચાંચકવડ, મેણ, ખીલાવડ રોડ વિગેરે ગામોમાં રસ્તાની ચકાસણી કરી કામો વ્યવસ્થિત કરાવવામાં આવે તો ભવિષ્યમાં કાયમી ધોરણે લોકોની મુશ્કેલીઓ હલ થાય તેવી રજૂઆત રાજ્યકક્ષાના કેન્દ્રીયમાર્ગ વાહન વ્યવહાર મંત્રી મનસુખભાઇ માંડવીયાને ઉના મત વિસ્તારના ધારા સભ્ય પુંજાભાઇ વંશએ રજુઆત કરી લોકોના પ્રશ્નો ઉકેલવા માંગણી કરાયેલ છે.