ઉના, તા.ર૭
ઉનાળાની સિઝનની શરૂઆતમાં વાતાવણમાં પલ્ટો આવતા કેસર કેરીના પાકને ભારે નુકશાન થવાની ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જ્યારે ઉના તાલુકાના નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પ્રમાણમાં આંબાના ઝાડ આવેલ હોય અને તાલુકામાં વધુમાં કેસર કેરીની આવક થતી જોવા મળે છે. ત્યારે આકાશમાં વાદળ છાયા વાતાવરણના કારણે ખેડૂતો ચિંતામા મૂકાયા હતા. આંબામાં હજુ ખાખડીની આવક શરૂ છે. ત્યારે વાતાવરણને કારણે અને પવન ફૂંકાતા પાક નિષ્ફળ જાય તેવી ચિંતાની લાગણી પ્રસરી રહી છે. જ્યારે આ કેરીના પાકમાં પીળાસ પડી જતા આજુબાજુના ગામો જેવા કે ઉમેજ, સામતેર, કાણકબરડા, જેવા ગામોના ખેડૂતોમાં વાતાવરણના કારણે પાક નિષ્ફળ જવા અંગે ચિંતામાં મૂકાયા હતા.