ઉના, તા.૨૭
ઉના શહેરીમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે ઊના પંથકમાં રોજબરોજ કેસો વધતા જાય છે. લોકોમાં પણ ફફડાટ મચી ગયેલ છે. ત્યારે શહેરમાં જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવેલા છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવા છતાં આ વિસ્તારોમાં લોકોની ચહલ પહલ જોવા મળે છે અને તંત્ર દ્વારા આ કન્ટઇનઝોન વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત મુકવાની વાત કરી હતી. જે માત્ર વાત રહી હોય તેમ ૭ વિસ્તારમાંથી મોટાભાગના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત જોવા મળેલ નહીં અને આજે પણ લોકોની ચહલ પહલ જોવા મળી રહી હતી. કોરોના સંક્રમણ સાથે વધતા કેસો ઓછા થાય તે માટે વિવિધ સમાજના આગેવાનો તેમજ પક્ષાપક્ષીથી પર રહી આ કોરોના સંક્રમણ અટકાવવા સહીયારા પ્રયાસો નહી થાય તો પરીણામ મળશે નહીં. ત્યારે આજે વધુ ૭ કોરોના પોઝીટીવ કેસો સામે આવતા વધુ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર થશે. ત્યારે હવે આ કોરોના સંક્રમણ કેમ અટકાવા શું કરવું જોઇએ તે માટેની વાતો કે મીટીંગો નહી પરંતુ કામગીરી કરી બતાવી પડશે.