(એજન્સી) નવી દિલ્હી, તા.૪
ઉન્નાવ રેપ પીડિતાનાં પિતાની હત્યા મામલામાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષી જાહેર કરી દેવામાં આવ્યો છે. દિલ્હીની તીસ હજારી કોર્ટે બુધવારનાં રોજ આ અંગે ચુકાદો સંભળાવતા જણાવ્યું કે આપનો ઉદ્દેશ્ય ન હોતો પરંતુ જે રીતે તેને મારવામાં આવ્યાં તે ખૂબ જ ઘાતકી કહેવાય. આપને દોષી જાહેર કરવામાં આવે છે. આ મામલામાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સહિત કુલ ૧૧ આરોપી હતાં. જેમાંથી ૪ને મુક્ત કરી દેવામાં આવ્યાં છે. બાકી ૭ને કોર્ટે પીડિતાનાં પિતાની કસ્ટડીમાં થયેલા મોતનાં દોષી માન્યા છે. સજાની જાહેરાત ૧૨ માર્ચનાં રોજ કરવામાં આવશે. કલમ ૩૦૪ અને ૧૨૦હ્વમાં કુલદીર સેંગરને તીસ હજારી કોર્ટે દોષી જાહેર કરી દીધાં છે. આરોપી કુલદીપ સેંગર સહિત જે ૭ લોકોને દોષી જાહેર કરવામાં આવ્યાં છે તેમાંથી બે યૂપી પોલીસનાં અધિકારી છે. એક એસએચઓ છે અને બીજા સબ ઇન્સ્પેક્ટર છે.
ચુકાદો સંભળાવતા જજે કહ્યું કે, મારી જિંદગીનો આ સૌથી પડકારરૂપ ટ્રાયલ રહ્યો. જજે સીબીઆઇની પ્રશંસા કરી. પીડિતનાં વકીલે પણ પ્રશંસા કરી. કુલદીપ સેંગરને જજે કહ્યું કે, આપ શું કહેવા ઇચ્છશો. ત્યારે સેંગરે કહ્યું કે, હું નિર્દોષ છું. જજે કહ્યું કે આપે ટેક્નોલોજીનો સારો એવો ઉપયોગ કર્યો.
શું છે આ સમગ્ર મામલો ?
ઉન્નાવ રેપ પીડિતાનાં પિતાની કાયદાકીય ધરપકડમાં નવ એપ્રિલ ૨૦૧૮નાં રોજ મોત થઇ ગયું હતું. સીબીઆઇએ આ મામલામાં કુલદીપ સિંહ સેંગર સહિત અન્ય અનેક લોકો પર પીડિતાનાં પિતાની હત્યાનાં આરોપની તપાસ કરી રહી હતી. ત્યારે આ મામલામાં કોર્ટે કુલદીપ સેંગર, તેનાં ભાઇ અતુલ, અશોકસિંહ ભદૌરિયા, ઉપ નિરીક્ષક કામતા પ્રસાદ, સિપાગી આમિર ખાન અને છ અન્ય લોકોની વિરૂદ્ધ આરોપ લગાવી દીધો હતો.