(સંવાદદાતા દ્વારા)
છાપી,તા.૨૭
ઉત્તર ગુજરાત માં છેલ્લા એક સપ્તાહ થી મેઘો મન મૂકી ને વરસી રહ્યો છે ત્યારે જિલ્લા ના દાંતીવાડા તેમજ સિપુ ડેમ માં પાણી ની મહદઅંશે સારી આવક થઈ રહી છે જ્યારે જિલ્લા ના વડગામ તાલુકા ના મુક્તેશ્વર ડેમ ના હજુ પણ તળિયા દેખાતા આગામી સિઝન માં ખેતી માટે પાણી ની તંગી સજાવાની ભીતિ સેવાઇ રહી છે. બનાસકાંઠા જિલ્લા માં મેહુલિયો મન મૂકી ને વરસી રહ્યો છે જ્યારે વડગામ તાલુકા ના દાંતા તાલુકા સહિત ઉપર વાસ માં ભારે વરસાદ વરસવા સાથે વડગામ તાલુકા માં પણ સિઝન નો કુલ ૮૭, ૫૫ ટકા વરસાદ વરસવા છતાં વડગામ , સિદ્ધપુર તેમજ ખેરાલુ તાલુકા ના ખેડૂતો માટે જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક ન થતાં ડેમ ખાલીખમ હોવાને કારણે આ ત્રણેય તાલુકા માં આગામી ખરીફ તેમજ ઉનાળુ સિઝન માં ખેતી માટે પાણી ની ભારે તંગી સર્જાવા ની ભીતિ સેવાઇ રહી છે જોકે મુક્તેશ્વર ડેમ ના છેલ્લાં ત્રણ વર્ષ થી મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક સામાન્ય રહી છે અને ત્રણ વર્ષ માં કયારેય ડેમ ઓવરફ્લો થયો નથી મુકતેશ્વ ડેમ માંથી ખેતી સહિત અન્ય વિસ્તારો માં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે દરમિયાન ભરચોમાસા ની સિઝન માં પણ પાણી ની આવક ન થતાં આગામી સમય માં પાણી ની મોટી સમસ્યા ઉભી થવાની સંભાવના સેવાઇ રહી છે વડગામ તાલુકા નો પૂર્વ વિસ્તાર ખાસ કરીને ખેતી ઉપર નિર્ભર છે ત્યારે ડેમ ખાલી રહેવા ના કારણે આ વિસ્તાર માં પાણી ના તળ નીચે જઇ રહ્યા છે જેને લીધે પાણી ની મોટી મુશ્કેલી નો સામનો આ વિસ્તાર ના ખેડૂતો ને કરવો પડે તેમ છે.