નવાબંદરમાં ભારે પવનથી ૭ જેટલા વીજપોલ ધરાશાયી

ઉનાના નવાબંદર ગામે રાત્રીના સમયે ભારે પવનના કારણે ૭ જેટલા ઈલેકટ્રીક વિજપુલો ધરાશાયી થતા વિજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના પગલે નવાબંદર ગામમાં અંધારા છવાય ગયેલ અને દિવસ દરમ્યાન વિજપુરવઠો ચાલુ ન થતા લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા.

(સંવાદદાતા દ્વારા)
ઉના, તા.૬
ઉના ગીરગઢડા નજીક આવેલ ગીર જંગલના ઉપરવાસમાં રાત્રીના વ્યાપર વરસાના પગલે તાલુકાની મચ્છુન્દ્રી અને રાવલ નદીમાં ધોડાપુર આવ્યું હતું. જેના કારણે બન્ને નદીઓના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા હતા. જોકે ભારે વરસાદના કારણે વહેલી સવારે રાવલ ડેમના ચાર દરવાજા બે-બે ફૂટ ખોલવામાં આવેલ હતા. જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી નદીઓ બન્ને કાંઠે વહેવા લાગી હતી. દેલવાડા ગામેથી પસાર થતી મચ્છુન્દ્રી નદી પુરના બેઠાપુર પરથી બે થી ત્રણ ફૂટ ઊંચુ પાણી પસાર થતાં અંજાર, સૈયદ રાજપરા, ખાણ, ખજુદ્રા સહિત ૧૫ જેટલા ગામોના લોકોને અવર જવર માટે મુશ્કેલી ઊભી થઇ હતી.