(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૭
ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે હથનુર ડેમમાં પાણીની સપાટી વધતાં,આ ડેમમાંથી ૮૦ હજાર કયુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યાનું જાણવા મળે છે.ઉકાઇ ડેમમાં ર લાખ કયુસેક પાણીની આવક સામે ૧.૧૨ લાખ કયુસેકથી વધુ માત્રામાં પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્નુ છે.જેના કારણે તાપી નદી ફરી બન્ને કાંઠે વહેવા પામી છે.
બીજી બાજુ કાંકરાપાર ડેમમાં પાણીની આવક વધવાથી તે ઓવરફલો થતાં,તેમાંથી ૧ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જેના કારણે તાપી નદી ઉપરના વિયર કમ કોઝવેની પાણીની સપાટી પણ વધી ૮.૪૧ મીટર પર પહોંચી જવા પામતાં આ પુલ પણ ઓવર ફ્લો થવા પામ્યો હોવાનુંં જાણવા મળે છે.
ઉત્તર – પૂર્વ અરબ સાગરમાં ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર સક્રિય થયું છે.જેથી આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત સાથે મધ્યપ્રદેશ – મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.દરમ્યાન ઉકાઇ ડેમના ઉપરવાસના ૨૧ ગેજ સ્ટેશનોમાં ૨૪ કલાક દરમ્યાન ૬૪૧ મીમી એટલે કે ૨૬ ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે હથનુર ડેમમાં પાણીની આવક વધી જતાં સપાટી ૨૦૯.૬૧૦ મીટર પર પહોંચી ગઇ હતી. જેથી હથનુરમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. બપોરના ૧૨ વાગ્યા સુધી હથનુર ડેમમાંથી ૮૦,૮૧૮ કયુસેક પાણી ઉકાઇ ડેમમાં છોડવામાં આવી રહ્ના છે. ઉકાઇના ઉપરવાસમાં પડેલા વરસાદ અને હથનુર ડેમમાંથી પાણીની આવકને લઇને ડેમમાં ૨.૦૭ લાખથી વધુ કયુસેક પાણીની આવક શરૂ થતાં તંત્ર દ્વારા તેની સામે ૧ લાખ ૧૨ હજાર ૪૫૮ કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્નુ છે. જેથી ઉકાઇના ૧૦ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. તદ્દપરાંત ઉપરવાસમાં વરસાદના પગલે કાંકરાપાર ડેમ પણ ઓવરફલો થયો હતો. કાંકરાપાર ડેમની સપાટી ૧૬૬.૨૦ ફુટ નોદ્વધાઇ છે. જે ૬.૨૦ ફુટથી ઓવરફલો થઇ રહ્ના છે. કાંકરાપાર ડેમમાંથી ૧ લાખ કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્ના છે. જેના પરિણામે કોઝવેની સપાટીમાં ફરી એકાએક વધારો નોદ્વધાયો છે. હાલ કોઝવેની સપાટી ૮.૪૧ મીટર નોંધાઇ છે. જે ૨.૪૧ મીટર ઓવરફલો થઇ રહ્ના છે. પરિણામે તાપી નદી બે કાંઠે ફરી જાવા મળી છે. હાલ ઉકાઇ ડેમની સપાટી ૩૩૬.૮૮ ફુટ પર પહોંચી છે. આમ ઉકાઇ ડેમની સપાટીમાં ગોકળ ગાયની ગતિએ વધારો થઇ રહ્નો છે.