(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલ ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થતાં તાપી નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડીને ઉકાઈ ભયજનક સપાટીથી નીચી સપાટીએ જાળવી રાખવાનો પ્રયાસ થઈ રહ્યું છે.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ર૪ કલાક દરમિયાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ તાપી નદીના તમામ કેચમેન્ટ એરિયામાં વરસાદ નોંધાયો છે. લખપુરીમાં ૧ મીમી, ચીકળધરામાં ર૧ મીમી, બુરહાનપુરામાં ૧૩ મીમી, યરલીમાં ૧પ મીમી, હથનુરમાં પ મીમી, ભૂસાવલમાં ૩૦ મીમી, ગીરના ડેમમાં ૮ મીમી, દહીગામમાં ૪ મીમી, ધૂલિયામાં ૧૭ મીમી, સાવખેડામાં ૧પ મીમી, ગીરના ડેમમાં ર૩ મીમી, સારનખેડામાં ૧૮ મીમી, સેલગામમાં ૧૩ મીમી, ચીકલોદમાં ૧ર મીમી, ખેયિમાં પ મીમી, નંદુરબારમાં ૧૦ મીમી, નિઝામપુરામાં ૬ મીમી મળી ર૧ ગેજસ્ટેશનમાં કુલ ૨૨૩ મીમી સરેરાશ ૧૦.૬૫ મીમી વરસાદ નોંધાયો છે.
હથનુર ડેમની ભયજનક સપાટી ૨૧૩ મીટરની સામે આજે સવારે સપાટી ૨૧૨.૮૭ મીટર નોંધાઈ છે. હથનુર ડેમમાંથી તાપી નદીમાં ૪૪,૪૯૭ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટની સામે આજે બપોરે ૧ કલાકે ડેમની સપાટી ૩૪૪.૦૨ ફૂટ નોંધાઈ છે. ઉકાઈમાં ૧,૬૨,૦૩૫ ક્યુસેકની આવક સામે ઉકાઈમાંથી તાપી નદીમાં ૯૨,૩૯૨ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક

Recent Comments