(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૯
તાપી જિલ્લાના ઉકાઈ ડેમના ઉપરવાસમાં નોંધાયેલા નોંધપાત્ર વરસાદના કારણે પાણીની આવકમાં થયેલાં સતત વધારાને ધ્યાને લઈ ડેમમાંથી પ્રથમ વખત ૬૭૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં મેઘમહેર જારી છે જેના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો આજે ઉકાઈડેમની સપાટી ૨૮૨.૧૦ ફૂટ નોંધાઈ હોવાનું ફ્લડ કંટ્રોલે જણાવ્યું હતું. ઉકાઈડેમના ઉપરવાસમાં સતત મેઘરાજા વરસી રહ્યા છે. જે પાણીની આવકથી ડેમની સપાટીમાં સતત વધારો નોધાઈ રહ્યો છે. આજે સવારે સાત વાગે ઉકાઈ ડેમમાં પાણીની સપાટી ૨૮૨.૧૦ ફૂટ નોધાઈ હતી. જ્યારે ડેમમાં ૩૩,૧૬૭ ક્યુસેક પાણીની આવક નોધાઈ હતી. ડેમમાંથી માત્ર ૬૭૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યો છે. તાપી નદીમાં પાણીની આવક થતાં કોઝવે ઓવરફલો થઈ રહ્યા છે. કોઝવે આજે પણ બંધ રખાયો હતો.જ્યારે મધુબન ડેમમાં પાણીની સપાટી ૭૩.૮૦ મીટર નોંધાઈ હતી. આ ડેમમાં પાણીની આવક ૪૬,૨૫૩ ક્યુસેક અને જાવક ૩૧,૮૬૮ ક્યુસેક નોધવામાં આવી છે.આ ડેમના ત્રણ દરવાજા ૨.૭૦ મીટર ખોલીને પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે.