(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૧૧
આણંદ શહેરમાં આવેલા એન.ડી.ડી.બી.સંકુલમાં આગામી શનિવારના રોજ ભારતના મહામહિમ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈંયાનાયડુ ઇરમાના સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવા પધારી રહ્યા છે. જેઓ બે દિવસ શનિવાર અને રવિવાર દરમિયાન જુદા જુદા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. જેને લઈને તંત્ર દ્વારા ઉપરાષ્ટ્રપતિની સુરક્ષાને લઈને એકશન પ્લાન ઘડી કાઢયો છે.
શનિવારે સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ એન.ડી.ડી.બી. સંકુલની મુલાકાત નિરીક્ષણ કરશે. તેઓની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ હાજરી આપશે. આ વેળાએ એન.ડી.ડી.બી.ના સંચાલકો સાથે રહેશે તેમજ ત્યારબાદ ઓડોટોરીયમમાં ઈરમાનાં સ્થાપના દિવસ નિમિત્તે સંબોધન કરશે.
ત્યારબાદ બપોરે ૩-૦૦ વાગે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ચારૂતર મંડળ આયોજિત ચારૂત્તર વિધામંડળના કાર્યકાળના ૭૫ વર્ષ પૂર્ણ કરવા પ્રસંગે પ્લેટિનમ જ્યુબીલી મહોત્સવના ઉદ્ઘાટન ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવા જશે, શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલા ચારૂત્તર વિધામંડળના પ્લેટિનમ જ્યુબીલી મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં મહામહિમ ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડું અને રાજ્યપાલનું ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સ્વાગત કરશે અને અમૃતમહોત્સવ કાર્યક્રમ માટે દોરી જશે.
રવિવારનાં રોજ સવારે ૯ વાગે મહામહિમ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એસ.પી.યુનિ.ના યોજાયેલા પદવીદાન સમારોહમાં ં હાજરી આપશે અને ત્યારબાદ તેઓ પરત દિલ્હી જવા માટે રવાના થશે.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાનાયડુ શનિવારે આણંદની મુલાકાતે

Recent Comments