મોસાલી, તા.ર૪
આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભ ચર્ચા કરવા આજે વાડી જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ નસારપુર તેમજ સરવણ ફોકડી તાલુકા પંચાયતની બેઠક મળી હતી.
આ બેઠકમાં આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો કોઈ પણ રીતે કોંગ્રેસ પક્ષ વિજેતા થાય અને સક્ષમ ઉમેદવારને ટિકિટ આપીને ઉમેદવારને જીતાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હાલમાં પેટ્રોલ-ડીઝલ બેકારીનો પ્રશ્ન, રોજગારીના પ્રશ્નો, વીજળીના પ્રશ્નો પિયત માટેનો ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. સંગઠન ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો અને વિજય થાય એવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કમલેશ ચૌધરી ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, માજીપંચાયત મંત્રી રમણ ચૌધરી, નારસિંહ, જગતસિંહ વસાવા, મુરજી પટેલ નટવરસિંહ વસાવા સહિત અનેક કાર્યકરોએ આ મિટિંગમાં હાજર રહીને કાર્યકરોને માર્ગદર્શન પૂરૂં પાડીને આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વિજય થાય તેવો સંકલ્પ લીધો હતો.