(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
શહેરના ઉમરા ગામમાં રહેતા ઉમરીગર પરિવાર વચ્ચે ધીંગાણુ સર્જાતા ઉમરા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઉમરાગામ શંભુજી સ્ટ્રીટમાં રહેતા વિજય હસમુખ ઉમરીગર અને રામનાથ ઘેલા સ્ટ્રીટમાં રહેતા હરબંસભાઈ નવીનભાઈ ઉમરીગરના પરિવાર વચ્ચે લાકડાના ફટકા ઉછળ્યા હતા. સામસામે થયેલી આ મારામારીમાં બંને પક્ષે જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હતી. ઉમરા પોલીસને બનાવની જાણ થતા ઘટના સ્થળે ધસી જઈ બંને પક્ષની ફરિયાદ નોંધી રાયોટિંગનો ગુનો દર્જ કર્યો હતો. વિજય હસમુખ ઉમરીગરે આપેલી ફરિયાદમાં આરોપી કિંજલબેન હરબંસભાઈ, કેવલ પ્રવિણભાઈ ઉમરીગર, હરબંસ નવીનભાઈ, નિલકેશ ઉમરીગર, કરણ ચીમનને આરોપી બનાવ્યા હતા. જ્યારે હરબંસભાઈ ઉમરીગરે આરોપી વિજય હસમુખ, ખુશ્બુબેન ઉમરીગર, શશીકાંત ઉર્ફે કોનીયો, જીગ્શ્વનેશ મનહર, અભિષેક ઉર્ફે અભિ વિરૂદ્ધ ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.