આણંદ, તા. ૩
ઉમરેઠ નવાપુર ચોકડી ઉપર ટેમ્પામાંથી વિદેશી દારૂની ૯૫ પેટી ઝડપાઈ હતી. ઉમરેઠ પોલીસ સ્ટેશનના હેકો નીલમકુમાર તથા પોલીસની ટીમ રાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પાંડવણીયાથી પીકઅપ ડાલુમાં વિદેશી દારુ ભરીને રતનપુરા તરફ આવવા નીકળેલ છે. તે બાતમીના આધારે પોલીસ નવાપુરા ચોકડી પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. બાતમીદારના વર્ણન મુજબના ડાલુ નં. જી.જે. ૭ વાય.ઝેડ. ૬૭૦૩ આવતા પોલીસે તેને અટકાવીને તલાસી લેતાં વિદેશી દારુના જુદા જુદા માર્કાને ૯૫ નંગ પેટી કુલ બોટલ ૧૧૪૦ કિં.રૂા. ૫,૭૦,૦૦૦ મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે ડાલુના ડ્રાઈવરની પુછપરછ કરતા પુછપરછ કરતા તેને પોતાનું નામ જયદીપ ઉર્ફે શંભુ કનુભાઈ વાઘેલા રહે. નડિયાદનો હોવાનું જણાવ્યું હતું. ડ્રાઈવરે વધુમાં જણાવ્યું હતું કે બાલાસિનોરના વરસડા ગામના મનીષભાઈ જગદીશભાઈ મહેરા મારા મિત્ર થાય જેથી આ દારૂ ભરીને ત્યાંથી નીકળ્યો હતો. આ દારૂ ચકલાસી પહોંચાડવાનો હતો. જેથી પોલીસે જગદીશ ઉર્ફે શંભુ કનુભાઈ વાઘેલા રહે. ચકલાસી અને મનીષ જગદીશભાઈ મહેરા વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.