મોડાસા,તા.ર૭
ઉત્તર ગુજરાત સહિત અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં ભારે પલટો આવવાની સાથે અરવલ્લીમાં વીજળીના ચમકારા વચ્ચે કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરતા કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં તૈયાર લણીને રાખેલા ઘઉંનો પાક પલળી જતા અને ભારે પવનથી ખેતરમાં રહેલા ઘઉંના પાકના પુળીયા પણ ઉડી ગયા હતા કમોસમી વરસાદથી ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવતા ખેડૂતોની હાલત કફોડી બની છે.ખેડૂત અગ્રણી છગનભાઈ પંચાલના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદથી ખેડૂતો વધુ એકવાર લાચાર સ્થિતિમાં આવી ગયા છે કમોસમી માવઠાથી ઘઉંનો પાક પલળી જતા જગતનો તાત ખેડૂતની કફોડી હાલત થઈ છે. દેશભરમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતના ખેતરનો ઉભો તૈયાર પાક ઘંઉ, ચણા, વરિયાળી, જીરૂ જેવા પાકને વ્યાપક નુકશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોક ડાઉનના કારણે વિવિધ પાકને લણવા મજૂર મળતાં નથી અને જગતનો તાત ખેડૂત ચિંતામાં મુકાઈ ગયો છે. કરવું તો કરવું શું..?? ખેડૂત હતાશ બની ભગવાન ભરોસે બેઠો હોવાનું જણાવ્યું હતું.
ઉ.ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે કમોસમી માવઠાના બેવડા મારથી ખેડૂતોની હાલત દયનીય

Recent Comments