(એજન્સી) લખનૌ, તા.ર૮
ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના દતાઊલી ગામમાં એક ૩૦ વર્ષીય યુવકે એક દલિત મહિલાને ક્રૂર રીતે માર મારી તેમનું મોત નિપજાવ્યું હતું. આ દલિત મહિલાની બકરીઓ ચરવા માટે યુવકના ખેતરમાં ઘૂસી જતાં ઉશ્કેરાયેલા યુવકો મહિલાને માર માર્યો હતો.
પોલીસ સ્ટેશનના એસએચઓ રાજેશ મૌર્યએ જણાવ્યું હતું કે, ૬પ વર્ષીય રાણી દેવી પોતાના પશુઓને ચરાવવા માટે લઈ ગઈ હતી. ત્યારે તેના પશુ આરોપી શાલુસિંહના ખેતરમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ શાલુસિંહે રાણી દેવીને અપશબ્દો બોલ્યા હતા મહિલાઓ વિરોધ કરતાં શાલુએ તેમને માર મારવાની શરૂઆત કરી હતી તેમને લાકડીથી માર મારવામાં આવ્યો હતો. મૃતકના પતિની ફરિયાદના આધારે સિંહ વિરૂદ્ધ ભારતીય દંડસહિતાની કલમ ૩૦૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે એટ્રોસિટીની કલમ પણ ઉમેરી હતી.