(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૯
૨૦૧૮ની લોક રક્ષક દળની ભરતી કે જેમાં એપોઇન્ટમેન્ટ લેટર આપાયા છે, એ ભરતીમાં જ્યારે શારીરિક પરીક્ષણ એટલે કે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવ્યા ત્યારે નડિયાદ કેન્દ્ર ખાતે અમુક ઉમેદવારોની જ્યારે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવ્યો ત્યારે તેઓના ચેસ્ટ મેજરમેન્ટ એટલે કે છાતીના માપ અને હાઇટ એટલે કે ઉંચાઈના માપ સરખી રીતે ન લેવાતા અનેક ઉમેદવાર ને જરૂરિયાત મુજબના માપદંડમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. આ છાતીના માપમાં કોઈને બે સેન્ટીમીટર ઘટ પડતી તો કોઈને એક સેન્ટિમીટર ઘટ પડતી હતી. કોઈને હાઈટમાં અડધો સેન્ટીમીટર ની ઘટ પડતી હતી તો કોઈને એક સેન્ટિમીટર એટલે તે લોકોને ડીસક્વોલિફાય કરવામાં આવ્યા હતા. આથી ઉમેદવારોએ એપલેટ બોર્ડનું પ્રોવિઝન હોવાથી તરત બે કલાકમાં બોર્ડમાં રજૂઆત કરતા, એપલેટ બોર્ડે જ્યારે મેઝરમેન્ટ માપ લીધું ત્યારે પણ છાતી તથા ઊંચાઈનું માપ જુદુ આવ્યું હતું. જેમાં કોઈનું બે સેન્ટીમીટર ઘટતું હતું તો તરત બે કલાકમાં ૩ સેન્ટીમીટર ઘટવા માંડ્યું તો કોઈને એક સેન્ટીમીટર માપ ઘટતું હતું. બે કલાકની અંદર બે અલગ અલગ મેજરમેન્ટ લીધા, તો બંને અલગ આવ્યા. તેથી અરજદારોએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી કે આ રીતે જે મેઝરમેન્ટ લીધું છે તે ખોટું મેજરમેન્ટ લેવાયું છે તેથી તેમને મેડિકલ બોર્ડમાં રિફર કરી અને ફરીથી મેજરમેન્ટ લેવામાં આવે આ પિટિશન ચાલી જતા હાઇકોર્ટે હુકમ કર્યોછે કે જે અરજદારોએ પીટીશન કરી છે તે તમામેં સીવીલ હોસ્પિટલ અસારવા ખાતેના મેડિકલ બોર્ડ માં હાજર થઈ ૨૧ જાન્યુઆરીએ માપ આપવુ અને એ લોકોનું મેડિકલ બોર્ડ ફરીથી મેજરમેન્ટ કરશે. જેનું ચેસ્ટનું છે એનું ચસ્ટ નું અને જેનું હાઈટ નું છે એનું હાઈટનું મેડિકલ બોર્ડ દ્વારા માપ લેવામાં આવે. જે લોકો લોક રક્ષક દળ ની ભરતી માટે ના માપદંડ માં પસાર થશે તે લોકોને લોક રક્ષક દળમાં ભરતી આપવી. તો બીજી તરફ લોક રક્ષક દળ ની પરીક્ષામાં મહિલા ની ભરતી વિવાદ નો મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ટળી છે અને ૧૬ જાન્યુઆરી એ સરકાર તરફ થી જવાબ રજુ કરવમાં આવશે.
મહિલાઓની ભરતી વિવાદને લઈને થઇ હતી અરજી. પુરુષો નું જો જનરલ કેટેગરી મુજબ મેરીટ લિસ્ટ બહાર પાડ્યા બાદ રિસ્પેકટીવ રિઝર્વ કેટેગરી નું મેરીટ લિસ્ટ નિયમ મુજબ બહાર પાડ્યું છે.
જયારે મહિલાઓ નું મેરીટ લિસ્ટ બહાર પાડ્યું છે પણ જનરલ કેટેગરી નું મેરીટ લિસ્ટ બહાર નથી પાડ્યું .