(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૧૧
આણંદ જિલ્લાનાં ઉમરેઠ તાલુકાના ઉંટખરી ગામની દલિત યુવતીને મેઘવા ગામની નહેર પાસે બોલાવી આડા સબંધ રાખવાની હેરાન પરેશાન કરી બોલાચાલી કરી આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપતા યુવતીએ નહેરમાં પડતુ મૂકી આત્મહત્યા કરતા આ બનાવ અંગે યુવતીના પિતાએ ભાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉંટખરી ગામે રોહિતવાસમાં રહેતા કનુભાઈ ડાહ્યાભાઈ મકવાણાની દિકરી મનીષાબેનને હેમરાજપુરા ગામના જીતેન્દ્રભાઈ પ્રભાત પરમારે બળજબરીપુર્વક મેઘવા ગામની નહેર પાસે બોલાવી તેણીને પોતાની સાથે આડા સબંધ રાખવા માટે હેરાન પરેશાન કરી તેણી પર ત્રાસ ગુજારી આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપતા મનીષાબેને ત્રાસી જઈને નહેરમાં પડતુ મુકી ગત ૮મી ડિસેમ્બરના રોજ બપોરે આત્મહત્યા કરી હતી. જેથી આ બનાવ અંગે કનુભાઈ ડાહ્યાભાઈ મકવાણાએ ભાલેજ પોલીસ મથકે જીતેન્દ્રભાઈ પ્રભાતભાઈ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.