(સંવાદદાતા દ્વારા)
જોડીયા, તા. ૭
સૌરાષ્ટ્રનાં જોડીયામાં ઊંડ-૨ ડેમનાં કર્મચારીઓએ ભારે વરસાદના કારણે લોકોને જાણ કર્યા વિના ઊંડ-૨ ડેમનાં ૨૦ પાટિયા એક સાથે ખોલી નાખતા ભારે ખાનાખરાબી સર્જાઈ છે. ગરીબ માણસોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોડીયામાં નાના વાસ, મોટાવાસમાં ઊંડ નદીના પાણી લોકોના ઘરમાં ૧૦-૧૦ ફૂટ સુધી ઘૂસી જતાં ગરીબ અને મધ્યમ વર્ગના રહીશોની ઘરવખરી અનાજ સહિતની ચીજ વસ્તુઓને વ્યાપક નુકસાન થયું છે. જોડીયાના આ અસરગ્રસ્તોનું માનવું છે કે, જો ઊંડ-૨ નાં કર્મચારીએોએ અગાઉથી ચેતવણી આપી હોત તો લોકોને નુકસાન વેઠવું ના પડતું. દરમ્યાન આ હોનારતમાં બે માછીમારો પણ લાપતા થયા હોવાનું જાણવા મળેલ છે.