(સંવાદદાતા દ્વારા) વઢવાણ, તા.૧
સુરેન્દ્રનગરના રહેવાસી મુકેશભાઈ માવજીભાઈ મકવાણા (ઉ.વ.૪૩) અને શાકભાજી ભરેલ આઈસરના ડ્રાઈવર જીગરભાઈ (ઉ.વ.૨૧) આજે સવારે અમદાવાદથી લીંબડી આઈસરમાં શાકભાજી ભરી આવી રહ્યા હતા ત્યારે લીંબડી-અમદાવાદ વચ્ચે કાનપરા પાટિયા આગળ તેમની આઈસરના પાછળના ટાયરમાં પંચર પડતા જેઓએ આઈસર ઊભી રાખીને પંચર કરી રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલ ટેન્કર આઈસર પાછળ ઘૂસી ગયું હતું તે જ સમયે આ ટેન્કર વ્યાપારી મુકેશભાઈ અને પંચર કરી રહેલ ડ્રાઈવર જીગરભાઈ ઉપર ચડી ગયું હતું ત્યારે બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા અને ટેન્કર ડ્રાઈવર પોતાનું ટેન્કર છોડીને નાસી ભાગ્યો હતો ત્યારે આ બંને લાશને પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.