ભરૂચ, તા.૬
ભરૂચ ને.હા ૮ ઉપર આવેલ હલદરવા ગામ નજીક ઉભેલી ટ્રકમાં પાછળથી લકઝરી બસ ધડાકાભેર ઘૂસી જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતના બનાવમાં ૧૨થી વધુ લોકોને ઈજાઓ પહોચતા તમામને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ વહેલી સવારના સમયે ભરૂચના નેશનલ હાઇવે નંબર ૮ ઉપર પાલેજ નજીક આવેલ હલદરવા ગામ નજીક ઉભેલી ટ્રકમાં પાછળના ભાગેથી અમદાવાદથી સુરત તરફ ૪૦થી વધુ મુસાફરો ભરી જતી લકઝરી બસ નંબર જીજે ૧૪ એક્સ ૯૦૯૪ ધડાકાભેર ઘૂસી જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતના બનાવમાં લક્ઝરીમાં સવાર ૧૨થી વધુ લોકોને ઈજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ૩થી વધુ ૧૦૮ની મદદથી ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ લકઝરી બસ અમદાવાદથી સુરત તરફ પેસેંજરો ભરી જતી હતી તે દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી જેમાં ૧૨થી વધુ લોકો ઈજાઓ પામ્યા છે.