(એજન્સી) મુંબઇ, તા. ૩૦
પીઢ અભિનેતા ઋષિ કપૂરનું ગુરૂવારે નિધન થયા બાદ ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને ભારતમાં કોરોના વાયરસ લોકડાઉનને પગલે તમામ બોલિવૂડ કલાકારોએ તેમને સોશિયલ મીડિયાના સહારે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમના મિત્ર અને બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કહ્યું કે, ઋષિ કપૂરના નિધનના સમાચાર સાંભળીને તેઓ ભાંગી ગયા છે. તેમણે ટિ્‌વટમાં લખ્યું કે, ‘તે જતો રહ્યો.. ઋષિ કપૂર નથી રહ્યો.. હું ભાંગી પડ્યો છું’. ઉલ્લેખનીય છે કે, બોબી, ચાંદની, નગીના, અમર અકબર એન્થની, દીવાના જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં ઋષિ કપૂરે શાનદાર અભિનય કર્યો હતો.