(એજન્સી) મુંબઇ, તા. ૩૦
કપૂર પરિવારના પીઢ અભિનેતા ઋષિ કપૂરનું મુંબઇની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં નિધન થયું હતું ત્યારે હોસ્પિટલમાં કપૂર પરિવારના સભ્યો અને ઋષિના મિત્રો પણ દેખાયા હતા. કેન્સર સામેની લાંબી લડાઇ બાદ અભિનેતાનું ૬૭ વર્ષની વયે નિધન થયું હતું. ઋષિ કપૂરની ભત્રીજી કરીના અને તેનો પતિ સૈફ અલીખાન માસ્ક પહેરીને હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેને સૈફ પોતાની ગાડી હંકારી હોસ્પિટલ લઇ ગયો હતો. ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂર સાથે ડેટિંગ કરી રહેલી આલિયા ભટ્ટ પણ હોસ્પિટલમાં પહોંચી હતી. કોરોના વાયરસ લોકડાઉનને પગલે હોસ્પિટલમાં વધુ લોકોના જવા પર પ્રતિબંધ હતો. તેમના પરિવારે પણ પ્રશંસકો અને શુભેચ્છકોને કાયદાનું સન્માન કરવાની અપીલ કરી હતી.