(એજન્સી) મુંબઇ, તા.૩૦
બોલિવૂડના અગ્રણી અભિનેતા ઋષિકપૂરના ૬૭ વર્ષની વયે ગુરૂવારે સવારે નિધન થયા બાદ જારી કરવામાં આવેલા એક નિવેદનમાં તેમના પરિવારે જણાવ્યું કે ઋષિકપૂરને આંસુ નહીં, સ્મિત સાથે યાદ રાખવાનું ગમશે. ઋષિકપૂરે બે વર્ષ સુધી કેન્સર સામે લડાઇ લડી હતી. પોતાની પ્રતિભા માટે જીવવા માટે ઉત્સાહ અને રમૂજ ભાવના માટે ફિલ્મી જગતના લોકો ઋષિકપૂરને બહુ પ્રેમ કરતા હતા. કપૂર પરિવારે એવો ઘટસ્ફોટ કર્યો કે જીવનના અંત સુધી તેઓ લહેરી રહ્યા હતા જ્યારે હોસ્પિટલમાં તેમની સારવાર કરનારા ડોક્ટરો અને મેડિકલ સ્ટાફે જણાવ્યું કે છેલ્લે સુધી તેઓ અમારૂં મનોરંજન કરાવતા રહ્યા. નીતુ કપૂરે ગુરૂવારે બપોરે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પરિવારનું એક નિવેદન શેર કર્યુ હતું. ઇસ્ટાગ્રામ પોસ્ટમાં નીતુ કપૂરે લખ્યું છે કે કેન્સર સામે બે વર્ષ સુધી લડાઇ લડ્યા બાદ ગુરૂવારે બપોરે હોસ્પિટલમાં સવારે ૮-૪૫ વાગે ઋષિકપૂરનું શાંતિપૂર્વક નિધન થયું હતું.