(એજન્સી) મુંબઇ, તા.૩૦
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિકપૂરનું ગુરૂવારે નિધન થયું છે. ઋષિકપૂરે પોતાને બીફ ખાનાર હિન્દુ ગણાવ્યો હતો અને તેમણે ધર્મ સાથે આહારની સરખામણી નહીં કરવાનું કહ્યા બાદ માઇક્રોબ્લોગિંગ સાઇટ પર હોબાળો મચી ગયો હતો. આ બાબતે ઋષિકપૂર અને તેમના પરિવારને અપશબ્દો પણ કહેવામાં આવ્યા હતા. વિવાદ તરફ દોરી જતી ઘટનાની યાદ અપાવતા ઋષિ કપૂરે કહ્યું કે ૧૫મી માર્ચે રવિવારે હું એક ફાઇવ સ્ટાર હોટલમાં શૂટિંગ કરી રહ્યા હતો. એક કોફી શોપમાં લંચ કરવા માટે અમે બ્રેક લીધો અને અમે બુફે લંચ માટે ગયા. ઓફરમાં ઓચિંતા મેં જોયું કે હરણનું માંસ, કાંગારૂં અને ઘેટાનું માંસ અને બધા પ્રકારના રેડ મીટ હતું. ત્યારે મેં મારી સાથીઓને કહ્યું કે આ કારણે જ બીફ સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. માંસ માટે તેઓએ અન્ય પ્રાણીઓની પણ હત્યા કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે એવું પણ કહ્યું કે મારા જીવનમાં મેં ક્યારેય હરણનું માંસ જોયું ન હતું. અમને કહેવામાં આવ્યું કે કોઇ પણ રેસ્ટોરન્ટ્‌સમાં આ પીરસવામાં આવે છે અને ભારતમાં કાંગારૂંનું માંસ ???!!!