(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
એઈમ્સ દ્વારા સત્તાવાર વેબસાઈટ પર એમબીબીએસ ર૦૧૮નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના રોલ નંબરના આધારે પરિણામની માહિતી મેળવી હતી. ર૬ મે અને ર૭ મે ર૦૧૮ના દિવસે એમબીબીએસમાં પ્રવેશ માટેની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા દ્વારા સમગ્ર ભારતની નવ એઈમ્સમાં એમબીબીએસની ૮૦૭ બેઠકો ભરવામાં આવશે. પરીક્ષાના પ્રથમ તબક્કામાં ર૬૪૯ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા. પર્સેન્ટાઈલ માર્કને આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. ચાર વિષયોના પર્સન્ટાઈલ માર્કના આધારે પરિણામ નક્કી કરવામાં આવ્યું હતું. અલગ અલગ વર્ગ પ્રમાણે ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓના પર્સન્ટાઈલ જાહેર કરવામાં આવ્યા હતા.
વર્ગ પર્સન્ટાઈલ કટ-ઓફ
યુઆર ૯૮.૮૩૩૪૪૯૬
ઓબીસી(NCL) ૯૭.૦૧૧૭૭૧ર
એસસી/એસટી ૯૩.૬પ૦પ૪ર૧
એઈમ્સ દ્વારા MBBS પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું : ર૬૪૯ વિદ્યાર્થી ઉત્તીર્ણ

Recent Comments