અમદાવાદ,તા.ર૯
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રૂા.પ૭૬ કરોડ જેટલી માતબર રકમ જુદી જુદી બેન્કોમાં ફિકસ ડિપોઝીટ કરવામાં આવી છે અને મેટ દ્વારા પણ બેન્કમાં પણ ફિકસ ડિપોઝીટ છે. મ્યુનિ. કોર્પોરેશન કોઈ ધંધાકીય પેઢી નથી લોકોના પરસેવાની કમાણી કોર્પોરેશનમાં ટેકસ દ્વારા ભરવામાં આવે છે જે માત્ર પ્રાથમિક સુવિધા માટે વપરાવવા જોઈએ. એટલે રૂા.ર૦૦ કરોડના બોન્ડ બહાર પાડવાની વાત હાસ્પાસ્પદ છે. તેવો એએમસી ઉપર સણસણતો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા બદરૂદ્દીન શેખે કર્યો છે. કોર્પોરેટર શેખે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને ઉદ્દેશીને પત્ર લખીને રૂા.ર૦૦ કરોડના બોન્ડ બહાર પાડવા મુદ્દે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના વિકાસ માટે રૂા.ર૦૦ કરોડના બોન્ડ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે મારી પાસે ચોકકસ માહિતી છે તે મુજબ મ્યુનિ. કોર્પોરેશનની રૂા.પ૭૬ કરોડ ૯૭ લાખ અને પાંચ હાજરની રકમ બેન્કમાં પડી છે તેમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં રૂા.૧૮૧ કરોડ, આઈસીઆઈસીઆઈ બેન્કમાં રૂા.૧૯ર કરોડ અને એકિસસ બેન્કમાં રૂા.પ૮ કરોડ તથા બેન્ક ઓફ ઈન્ડિયામાં રૂા.ર૦ કરોડથી વધુની રકમ ડિપોઝિટ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ વ્યાજ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા ૭ ટકા દરે આપી રહ્યું છે.
મ્યુનિ. કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્ષની રૂા.ર૧૦૦ કરોડની લહેણી રકમ નીકળે છે તેનું મુખ્ય કારણ વાંધા અરજીઓની નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ ગયો છે. આ માટે મ્યુનિ. કોર્પો દ્વારા લોકદરબાર કરીને અરજીઓનો નિકાલ કરવો જોઈએ. દર વર્ષે ઈન્સેટીવ યોજના જાહેર કરવામાં આવે છે તેમાં કોમર્શિયલ પ૦ ટકા અને રેસીડન્સમાં ૭૦ ટકા વ્યાજ માફી આપવામાં આવે છે રંતુ જોઈએ તેટલો પ્રતિસાદ મળ્યો નથી. ર૦૦૧માં ૧૦૦ ટકા વ્યાજ માફીની સ્કીમ જાહેર કરવામાં આવી હતી તેના કારણે ખુબ જ મોટી રકમ મેળવી શકયા હતા.
ર૦૦૭માં રાજય સરકાર દ્વારા ઓકટ્રોય નાબુદી કરવામાં આવી હતી. ત્યારે રાજય સરકાર દર વર્ષે ૧પ ટકા ગ્રોથ પ્રમાણે ઓકટ્રોય અવેજીની રકમ આપવામાં આવશે તેવી સ્પષ્ટ જાહેરાતો કરવામાં આવી હતી. તેમ છતાં છેલ્લા બે વર્ષથી ફકત ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ર૦૦૭થી ર૦૧૭ સુધીમાં ઓકટ્રોય વિકલ્પે રૂા.૮ર૧૪૭.ર૦ કરોડ મળ્યા છે ખરેખર ૧પ ટકા ગ્રોથ પ્રમાણે રૂા.૧પરપ૬.૪૦ મળવા જોઈએ એટલે કે રૂા.૭૦૪૦.પ૪ કરોડ ઓછા મળ્યા છે માટે કોર્પોરેશનની લ્હેણી રકમની તાત્કાલિક માગણી કરવી જોઈએ. આ બાબતે સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ દ્વારા રાજયના મુખ્યમંત્રીને મળીને માગણી કરવી જોઈએ.